વાવાઝોડા “રાગાસા”એ તાઇવાન, હૉન્ગકૉન્ગ, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીનમાં માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડી તારાજી સર્જી છે. વાવાઝોડાના કારણે તાઇવાનમાં 14 લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તાઇવાનના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે તારાજી સર્જી રહ્યું છે. દરમિયાન ફિલિપાઈન્સમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.
દક્ષિણ ચીનમાં પણ જનજીવન ઠપ થઈ ગયું છે. ચીનના ગ્વાન્ગડૉન્ગ પ્રાન્તમાં વાવાઝોડું નજીક આવવાને કારણે વર્ગખંડ, ઉત્પાદન, જાહેર પરિવહન અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ મોકૂફ રાખવામાં આવી છે. ચીનના રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રએ નારંગી ચેતવણી જાહેર કરી છે. આ વાવાઝોડાથી ભારે પવન સાથે વરસાદની આગાહી છે. રાગાસા ધીમેધીમે હૉન્ગકૉન્ગથી દૂર જઈ રહ્યું છે, પરંતુ શહેરમાં તોફાની હવાઓનો કહેર યથાવત્ છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 7:46 પી એમ(PM)
વાવાઝોડા “રાગાસા”એ તાઇવાન, હૉન્ગકૉન્ગ, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીનમાં તારાજી સર્જી