નવેમ્બર 7, 2025 2:31 પી એમ(PM)

printer

વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં 20 ટન માનવતાવાદી સહાય પહોંચાડી.

વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં માનવતાવાદી સહાય પહોંચાડી છે.
સોશિયલ મીડિયા સંદેશમાં, જમૈકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લગભગ 20 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતનો જથ્થો જમૈકાને મોકલવામાં આવ્યો હતો.
તેમાં ઉમેર્યું હતું કે રાહત સામગ્રીમાં ખાસ ભીષ્મ મેડિકલ ટ્રોમા યુનિટ, જનરેટર, સાદડીઓ, રસોઇ કીટ, સૌર ફાનસ, સ્વચ્છતા કીટ અને વાવાઝોડા પછીની પુનઃપ્રાપ્તિને ટેકો આપવા માટે અન્ય આવશ્યક પુરવઠો સામેલ છે.
આ સહાય જમૈકામાં ભારતના હાઈ કમિશનર મયંક જોશી દ્વારા જમૈકાના વિદેશ અને વિદેશી વેપાર મંત્રી કામિના જોહ્ન્સન સ્મિથને સોંપવામાં આવ્યો હતો.