ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2024 7:40 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત

printer

વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ અધિનિયમે પરાળી સળગાવવા પર સજાને લગતી જોગવાઈનું પાલન નથી થઈ રહ્યું : સર્વોચ્ચ અદાલત

સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું કે, ‘વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ અધિનિયમે પરાળી સળગાવવા પર સજાને લગતી જોગવાઈનું પાલન નથી થઈ રહ્યું.’ સર્વોચ્ચા અદાલતે કહ્યું કે, આ અધિનિયમ કાયદાને લાગુ કરવા માટે જરૂરી તંત્ર બનાવ્યા વિના જ કાયદાનો અમલ કરાયો હતો.
કેન્દ્ર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ ઐશ્વર્ય ભાટીએ અદાલતને દસ દિવસમાં નિયમ નક્કી કરાશે અને અધિનિયમને સંપૂર્ણ રીતે લાગુ કરાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પરાળી સળગાવવા અંગે પંજાબ અને હરિયાણા સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. એડિશનલ એડવોકેટ જનરલે કહ્યું કે, પંજાબ અને હરિયાણાના પર્યાવરણ સચિવ અને અધિક મુખ્ય સચિવને કારણદર્શાવો નોટિસ મોકલવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતે પંજાબના મુખ્ય સચિવને કહ્યું કે, નિયમોના ઉલ્લંઘન બદલ અંદાજે એક હજાર 80 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ રાજ્યએ માત્ર 473 લોકો પાસેથી સામાન્ય દંડ વસૂલ કર્યો છે.