ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 3, 2024 11:32 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate

printer

‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું

નવરાત્રી દરમિયાન રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું છે.
આ પેવેલીયનમાં આજથી ૧૩ ઓક્ટોબર સુધી ૨૨ સ્ટોલ્સ બનાવાયા છે..
ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવા પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન પણ મુકાઈ છે. બ્રાન્ડિંગ માટે પેવેલિયનમાં બે ફોટો કોર્નર્સ બનાવાયા છે, જ્યાં મુલાકાતીઓ યાદગાર ક્ષણો કેદ કરી શકશે.
રાજ્યના સખી મંડળો થકી ઉત્પાદીત વસ્તુઓના ડિજિટલ કેટલોગનું લોકાર્પણ પણ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.