ડિસેમ્બર 19, 2025 7:09 એ એમ (AM)

printer

વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત આજથી 5 જિલ્લામાં, જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન

વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત આજથી
21 ડિસેમ્બર સુધી જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરાશે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં કાર્યક્રમો યોજાશે.
આ તમામ જિલ્લાસ્તરીય કાર્યક્રમોમાં સફળ ઉદ્યોગકારોના અનુભવ અંગેનો સંવાદ, MOU હસ્તાક્ષર, ચેક વિતરણ, સ્ટાર્ટ-અપ અને MSME માટે ઉપયોગી સેમિનારો તેમજ પ્રદર્શનોનું આયોજન કરાયું છે.
VGRC અંતર્ગત યોજાતી આ પહેલ સરકાર, ઉદ્યોગો અને રોકાણકારો વચ્ચે સંવાદ મજબૂત બનાવી “વિકસિત ગુજરાત @2047”ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ કાર્યક્રમોથી 10 જનુયારીથી રાજકોટમાં યોજાનાર કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદને બળ મળશે.