ઓક્ટોબર 16, 2025 8:10 એ એમ (AM)

printer

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના ઉચા જતા સ્તર અંગે ચિંતા વ્યક્ત કરતું વિશ્વ હવામાન સંગઠન

વિશ્વ હવામાન સંગઠનએ જણાવ્યું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર અત્યાર સુધીના સૌથી વધુ સ્તરે પહોંચી ગયું છે, જે ગ્રહને વધુ ગરમ કરી શકે છે અને આબોહવાને અસર કરી શકે છે. WMOના એક નવા અહેવાલમાં 2023 થી 2024 દરમિયાન CO2ની વૈશ્વિક સરેરાશ સાંદ્રતા પ્રતિ મિલિયન 3.5 ભાગ વધી છે, જે 1957માં આધુનિક માપન શરૂ થયા પછીનો સૌથી મોટો વધારો છે. આ અહેવાલ આવતા મહિને બ્રાઝિલમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની આબોહવા પરિવર્તન પરિષદ પહેલા પ્રકાશિત કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે, અશ્મિભૂત ઇંધણ બાળવા અને જંગલની આગમાં વધારો, ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં, છેલ્લા વર્ષમાં CO2ના સ્તરમાં વધારો આવી ઘટનાઓમાં જવાબદાર છે. WMOના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ કો બેરેટે જણાવ્યું કે, CO2 અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા ફસાયેલી ગરમી આપણા વાતાવરણને ટર્બો-ચાર્જ કરી રહી છે અને વધુ આત્યંતિક હવામાન તરફ દોરી રહી છે. અન્ય મહત્વપૂર્ણ ગ્રીનહાઉસ વાયુઓ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડની સાંદ્રતા પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.