વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં યુરોપિયન સંઘના વેપાર અને આર્થિક સુરક્ષા કમિશ્નર મારોસ સેફકોવિક, યુરોપિયન સંઘના કૃષિ અને ખોરાક કમિશનર ક્રિસ્ટોફ હેન્સન અને સંઘના પ્રતિનિધિમંડળના અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.આ બેઠક વહેલી તકે વ્યાપક મુક્ત વેપાર કરાર (FTA) પૂર્ણ કરવાના પ્રયાસોના ભાગ રૂપે યોજાઈ હતી. શ્રી ગોયલે કહ્યું કે બંને પક્ષો સંતુલિત અને પરસ્પર લાભદાયી કરાર સુધી પહોંચવા તથા ભારત અને યુરોપીયન સંઘના સહિયારા વિકાસ માટે પ્રતિબદ્ધ છે.અગાઉ ભારત-યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર સંયુક્ત મંત્રી સ્તરીય વ્યાપાર સંવાદમાં શ્રી ગોયલે કહ્યું હતું કે ભારત યુરોપને એક વિશ્વસનીય ભાગીદાર, એક મહત્વપૂર્ણ સાથી અને કાયદાના શાસન, સ્થિરતા, ગુણવત્તા ધોરણો અને સમાવિષ્ટ વિકાસ માટે પ્રતિબદ્ધ મિત્ર માને છે. તેમણે કહ્યું કે આ ભાગીદારીને માત્ર વેપાર વિસ્તરણના સંદર્ભમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે વ્યાપક હકારાત્મક અસરના સંદર્ભમાં પણ જોવી જોઈએ.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 10:01 એ એમ (AM)
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ભારત-યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પરના સંવાદમાં બંન્ને દેશોના સહિયારા વિકાસ માટે પ્રતિબદ્ધતા દોહરાવી