કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે સરકાર અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.
શ્રી ગોયલે આ ટિપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો અને સંબંધોમાં વધતી સરળતા અંગે સકારાત્મક સંકેતો રજૂ કર્યા બાદ કરી હતી. ગઈકાલે નવી દિલ્હીમાં લીડ્સ શિખર સંમેલનમાં બોલતા શ્રી ગોયલે કહ્યું કે યુરોપિયન સંઘ અને ન્યુઝીલેન્ડ સાથે પણ વેપાર વાટાઘાટો ચાલી રહી છે. તેમણે કહ્યું કે ઓમાન સાથે વેપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ થશે.
આ અગાઉ વેપાર તણાવ ઓછો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલામાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમના વહીવટીતંત્રે ભારત સાથે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરી છે. તેના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ભારત-અમેરિકા ભાગીદારી માટે અમર્યાદિત શક્યતાઓ ખોલશે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 8:54 એ એમ (AM)
વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, સરકારનાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા પ્રયાસ ચાલુ
