જાન્યુઆરી 21, 2025 1:59 પી એમ(PM) | દ્વિપક્ષીય વાટાઘાટો

printer

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રસેલ્સમાં બેલ્જિયમના વિદેશ અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે બ્રસેલ્સમાં બેલ્જિયમના વિદેશ અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી.બંને નેતાઓએ પરસ્પર તકોનો લાભ લેવા માટે મુખ્ય પરિબળો તરીકે વિદેશી વેપાર પર બેલ્જિયમની નોંધપાત્ર નિર્ભરતા અને ભારતની ગતિશીલ, વિકસતી અર્થવ્યવસ્થાને સ્વીકારી. તેમણે EU-ભારત મુક્ત વેપાર કરાર વાટાઘાટોની પ્રગતિની પણ ચર્ચા કરી અને વાટાઘાટોને સુવ્યવસ્થિત કરવા અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે વેપાર મુદ્દાઓને પ્રાથમિકતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો. 2023-24માં ભારત અને બેલ્જિયમનો વેપાર 15 અબજ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે, જ્યારે બેલ્જિયમથી ભારતમાં 4 અબજ ડોલર જેટલું સીધું વિદેશી રોકાણ થયું હોવાનો અંદાજ છે.