વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્લીના ભારત મંડપમ ખાતે 43 માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા -IITFનું ઉદ્ઘાટન કર્યું છે. જ્યારે ખાણ ખનીજ મંત્રી જી.કિશન રેડ્ડીએ ખાણ વિભાગની પ્રેક્ષકો માટેની ઈમારતનું પણ ઉદ્ઘાટન કર્યું.
આકશવાણી સમાચાર સાથે વાત કરતાં ભારતીય ખરીદ – વેચાણ પ્રોત્સાહન સંસ્થાના જનરલ મેનેજર શંકરાનંદ ભારતી એ જણાવ્યું કે આ વર્ષની વિષયવસ્તુ 2047 સુધીમાં વિકસિત ભારત પર આધારિત છે અને ઝારખંડ આ મેળાનું મુખ્ય કેન્દ્રિત રાજ્ય છે તથા બિહાર અને ઉત્તરપ્રદેશ સહભાગી રાજ્યો છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે 14 દિવસ સુધી ચાલનારા આ મેળામાં ચીન, ઇજિપ્ત, ઈરાન, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, તુર્કીયે અને સંયુક્ત આરબ અમીરાત સહિતના દેશો ભાગ લેશે.
Site Admin | નવેમ્બર 14, 2024 1:47 પી એમ(PM) | નવી દિલ્લી
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્લીના ભારત મંડપમ ખાતે 43 માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા -IITFનું ઉદ્ઘાટન કર્યું છે
