વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આજે શ્રેણીબધ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
શ્રી ગોયલે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે લુલુ હાઇપર માર્કેટમાં લુલુ વાળી દિવાળીનું ઉદઘાટન કર્યું.
શ્રી ગોયલ ભારતનાં આરોગ્યસંભાળ ક્ષેત્રમાં જોડાણની શક્યતા ચકાસવા જનરલ એટલાન્ટિકના ચેરમેન વિલિયમ ઇ ફોર્ડને મળ્યા હતા. તેમણે એનર્જી મેનેજમેન્ટ કંપની શ્નેઇડર ઇલેક્ટ્રિકના સીઇઓ પીટર હરવેક સાથે પણ બેઠક કરી હતી. શ્રી ગોયલ સાઉદી અરેબિયાના ઉદ્યોગ તથા રોકાણ મંત્રીઓ સાથે પણ બેઠક કરશે. દિવસના અંતે તેઓ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:38 પી એમ(PM)
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં શ્રેણીબધ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો
