ઓક્ટોબર 30, 2024 8:58 એ એમ (AM) | Commerce Industry | India | Piyush Goyal | Saudi Arabia

printer

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની મુલાકાતે

મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની એક સપ્તાહની મુલાકાતે ગઈકાલે સાંજે રિયાધ પહોંચ્યા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. પીયૂષ ગોયલ રિયાધમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (FII) ની 8મી આવૃત્તિમાં ભાગ લેશે, જે એક અગ્રણી પ્લેટફોર્મ છે જે વૈશ્વિક નેતાઓ, રોકાણકારો અને સંશોધનકારોને આમંત્રે છે. બાદમાં તેઓ સાઉદીના ઉદ્યોગ અને ખનિજ સંસાધન મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.

પીયૂષ ગોયલ મુરબ્બાના રિયાધ એવન્યુ મોલમાં લુલુ હાઇપરમાર્કેટ ખાતે દિવાળી ઉત્સવની ઉજવણીનું પણ ઉદ્ઘાટન કરશે. બપોરે, મંત્રી ઉર્જા મંત્રાલય ખાતે અર્થતંત્ર અને રોકાણ સ્તંભ મંત્રી સ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.