ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 29, 2024 7:00 પી એમ(PM) | વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી

printer

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે  કે બ્રાન્ડઈન્ડિયા  ભારતનું ભવિષ્ય બદલી શકે છે અનેદેશને ઉત્પાદનનું હબ બનાવી શકે છે

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે  કે બ્રાન્ડઈન્ડિયા  ભારતનું ભવિષ્ય બદલી શકે છે અનેદેશને ઉત્પાદનનું હબ બનાવી શકે છે.તેમણે કહ્યું કે બ્રાન્ડઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા જેટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારતમાંઉત્પાદિત પ્રોડક્ટને વિશ્વમાં સારી ગુણવત્તાની પ્રોડક્ટ ગણવી જોઈએ. નવી દિલ્હીમાંપ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ-PLI સ્કીમના લાભાર્થીકંપનીઓના વડા સાથે વાતચીત કરતી વખતે, શ્રી ગોયલે કહ્યું કે તેઓએ PLI સ્કીમ દ્વારાટકાઉ અને વિશ્વ-સ્તરની ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તરફ આગળ વધવું જોઈએ. વાણિજ્યમંત્રીએ પીએલઆઈ દ્વારા રોકાણ અને રોજગાર સર્જન માટે વિવિધ પ્રમુખોની પણ પ્રશંસાકરી હતી. તેમણે કહ્યું કે -PLI સ્કીમ એ ઘણાક્ષેત્રોમાં આયાત પર વધતી નિર્ભરતાને રોકવા માટે સરકારની પહેલ છે. શ્રી ગોયલેકહ્યું કે ગુણવત્તા, ટકાઉપણું અને બ્રાન્ડઈન્ડિયા ભારતનું ભવિષ્ય બદલી શકે છે અને દેશને ઉત્પાદનનું હબ બનાવી શકે છે.