ઓક્ટોબર 28, 2025 2:02 પી એમ(PM)

printer

વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનો 14મો તબક્કો આવતીકાલથી શરૂ થશે.

નવી દિલ્હીમાં આવતીકાલે વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનો 14મો તબક્કો શરૂ થશે.
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી તેની શરૂઆત કરાવશે. કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે હરાજીનો હેતુ વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવા, વિવિધ રોકાણોને આકર્ષવા અને વ્યાપક ઉદ્યોગ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. કોલસા મંત્રાલય પ્રથમ વખત, હરાજી માળખામાં ભૂગર્ભ કોલસા ગેસિફિકેશન (UCG) માટે જોગવાઈઓ રજૂ કરી રહ્યું છે.
UCG ભારતના ઊંડાણના કોલસા ભંડાર-સંસાધનોનો ઉપયોગ કરવાની પહેલનું પ્રતિનિધિત્વ કરે છે જે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા ખાણકામ કરી શકાતા નથી. આ કાર્યક્રમ દરમિયાન, કોલસા મંત્રાલય બે પરિવર્તનશીલ ડિજિટલ પ્લેટફોર્મ, કોલસા જમીન સંપાદન, વ્યવસ્થાપન અને ચુકવણી પોર્ટલ અને કોયલા શક્તિ ડેશબોર્ડ પણ લોન્ચ કરશે.