મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે અગ્રણી ઔદ્યોગિક સંગઠનનાં પદાધિકારી તેમજ વિવિધ મંત્રાલયનાં રાજદ્વારીઓ સાથે એક રોડ-શો કર્યો હતો.ઉલ્લેખનીય છેકે 2027માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આવતા મહિનાથી ગુજરાતનાં વિવિધ પ્રાંતોમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજીનલ કોન્ફરન્સ યોજાશે. જે અંતર્ગત મુખ્યમંત્રીએ આ રોડ શો યોજ્યો હતો. મુખ્યમંત્રીએ રોકાણકારો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમજ ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.મુખ્યમંત્રીએ રોકાણકારોને ગુજરાતનાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, એગ્રો પાર્ક, ધોલેરા SIR, સેમિકોન, સહિતનાં મેગા પ્રોજેક્ટની માહિતી આપી હતી. તેમણે આગામી 9, 10 ઓક્ટોમ્બરે ઉત્તર ગુજરાતમાં યોજાનાર પ્રથમ રિજીનલ કોન્ફરન્સ તથા ત્યારબાદ યોજાનારી ત્રણ કોન્ફરન્સ ગુજરાતની વિકાસયાત્રાને વધુ વેગ આપશે. તેવો વિશ્વાસ વ્યકત કર્યો.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 8:40 એ એમ (AM)
વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત મુખ્યમંત્રીએ નવી દિલ્હી ખાતે રોડ-શો યોજ્યો – ઔદ્યોગિક અગ્રણીઓને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું
