ગુજરાતે વધુ એક નવતર પહેલ હાથ ધરીને ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ યોજવાનું નક્કી કર્યું છે. આ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલા મુખ્યમંત્રીના હસ્તે મહેસાણાથી આવતીકાલે શરૂ થશે , તેમ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને રોકાણો માટેની સજ્જતાનું એક અનેરૂ પ્લેટફોર્મ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ બનશે. ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ મેપ પર વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની ઊભી થયેલી આગવી ઈમેજને “વોકલ ફોર લોકલ” થકી વધુ ઉજાગર કરવા આ કાર્યક્રમ પરિણામકારી બનશે તેવી ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આશા વ્યક્ત કરી હતી.સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં તા. ૮-૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ, દક્ષિણ ગુજરાત ઝોનની સુરતમાં તા. ૯-૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અને મધ્ય ગુજરાત ઝોનની વડોદરામાં તા. ૧૦-૧૧ જૂન, ૨૦૨૬ના રોજ આ રીજનલ કૉન્ફરન્સ યોજાશે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 9:45 એ એમ (AM)
‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ રાજ્યમાં રોકાણો માટેની સજ્જતાનું એક પ્લેટફોર્મ બનશે તેવી આશા વ્યક્ત કરતાં ઉદ્યોગમંત્રી
