જાન્યુઆરી 12, 2026 10:00 એ એમ (AM)

printer

વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સમાં રિલાયન્સ જૂથે પાંચ વર્ષમાં સાત લાખ કરોડ અને અદાણી જૂથે દોઢ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

ગઇકાલે રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજીઓનલ સમિટમાં ઉદ્યોગકારોએ પોતાના આગામી રોકાણની જાહેરાત કરી. રિલાયન્સના ચેરમેન મૂકેશ અંબાણીએ ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં રોકાણ ડબલ કરીને સાત લાખ કરોડ રૂપિયાનું કરવાની જાહેરાત કરી હતી.જ્યારે અદાણી જૂથના મેનેજિંગ ડિરેકટર કરણ અદાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે મુન્દ્રામાં વર્લ્ડ લાર્જેસ્ટ એનર્જી પાર્ક બનાવી રહ્યું છે. જેના અંતર્ગત અદાણી ગ્રૂપ દ્વારા 37 ગીગા બાઈટનું એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે અદાણી ગ્રૂપ દ્વારા આગામી પાંચ વર્ષમાં રૂપિયા 1.5 લાખ કરોડનું કચ્છના મુન્દ્રામાં રોકાણ કરવામાં આવશે.વિકસિત ભારત 2047માં અદાણી ગ્રૂપ સરકારની સાથે છે. ત્યારે અદાણી ગ્રૂપ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં 1.5 લાખ કરોડ જેવુ રકમનું રોકાણ કરશે તેવી પણ કરણ અદાણીએ જાહેરાત કરી હતી.