વસ્તુ અને સેવા કર – GST પરિષદે કર માળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. આ ફેરફારથી ઑટો મૉબાઈલ ક્ષેત્રને મોટો લાભ થશે. તેનાથી નાની કારની ખરીદી પરના જીએસટીમાં 10 ટકાનો ઘટાડો થતાં કારની કિંમત ઘટશે. આકાશવાણી સાથે વાત કરતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વડોદરાના ભાવિન પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, નવા દરથી ગાડીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતાં વેચાણ વધશે, જેથી ઑટો મૉબાઈલ ક્ષેત્રમા તેજી આવશે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 4:01 પી એમ(PM)
વસ્તુ અને સેવા કર – GST પરિષદે કર માળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.