ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 12, 2025 3:33 પી એમ(PM)

printer

વસ્તુ અને સેવા કર- GST પરિષદે કરમાળખામાં જાહેર કરેલા ફેરફારને સમગ્ર દેશમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.

વસ્તુ અને સેવા કર- GST પરિષદે કરમાળખામાં જાહેર કરેલા ફેરફારને સમગ્ર દેશમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે સ્ટેશનરીની ચીજવસ્તુઓને GST દરમાંથી મુક્તિ આપીને શિક્ષણ ક્ષેત્ર માટે મોટી રાહતની જાહેરાત કરી છે. આ નવા સુધારા હેઠળ પૅન્સિલ, સંચા, ચિત્રકામ માટે ઉપયોગમાં લેવાતી મિણની પૅન્સિલ, નકશા જેવી વસ્તુઓને અગાઉના 12 ટકા GSTમાંથી મુક્તિ અપાઈ છે. જ્યારે રબર પર GST પાંચ ટકાથી ઘટાડીને શૂન્ય કર્યો છે.