જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM)

printer

વસ્તી ગણતરી – 2027 ના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ

કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી – 2027 ના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.
આ વર્ષે પેહલી એપ્રિલથી 30 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઘરોની ગણતરી હાથ ધરવામાં આવશે. ગૃહ મંત્રાલયના જાહેરનામમાં જણાવાયું છે કે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા સ્થાપિત સમયપત્રક મુજબ, ઘરોની ગણતરી શરૂ કરી 15 દિવસ પહેલાં સ્વ-ગણતરી માટેની જોગવાઈ ઉપલબ્ધ રહેશે.
દેશમાં પહેલીવાર, વસ્તી ગણતરી ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે. એન્ડ્રોઇડ અને iOS મોબાઇલ ઉપકરણોનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરવામાં આવશે. વસ્તી ગણતરી ડેટા એકત્રિત કરવા માટે ત્રીસ લાખ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. આ કર્મચારીઓ ડેટા એકત્રિત કરશે, નિરીક્ષણ કરશે અને વસ્તી ગણતરી કામગીરીનું નિરીક્ષણ કરશે.
વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 ની વચ્ચે શરૂ થશે, જ્યારે ઘરો-રહેઠાણ ની યાદી બનાવવામાં આવશે અને પછી ગણતરી કરવામાં આવશે. જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી 2027 માં વસ્તી ગણતરી (PE) નો હશે. લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશો અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફથી ઘેરાયેલા રાજ્યો માટે વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવશે.
અગાઉ, ગયા મહિનાની 12મી તારીખે, કેન્દ્રીય મંત્રીમંડળે 11 હજાર 718 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ભારતની વસ્તી ગણતરી-2027 હાથ ધરવાની યોજનાને મંજૂરી આપી હતી. વધુમાં, રાજકીય બાબતોની મંત્રીમંડળ સમિતિએ ગયા વર્ષે 30 એપ્રિલના રોજ યોજાયેલી બેઠકમાં વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.