વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં વિશ્વના સૌથી ઊંચા રૂદ્રાક્ષના શિવલિંગનું અનાવરણ કરાયું. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે 36 લાખ રૂદ્રાક્ષથી બનેલા 36 ફૂટ ઊંચા આ ભવ્ય શિવલિંગને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. 15 કુંવારી કન્યાઓના હસ્તે સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શિવલિંગનું અનાવરણ કરાયું હતું. અહીં મહાશિવરાત્રી રૂદ્રાક્ષ મહોત્સવ અંતર્ગત 26 ફેબ્રુઆરી સુધી મહારુદ્ર યજ્ઞ અને શિવકથા સહિતના
કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 7:45 પી એમ(PM)
વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં વિશ્વના સૌથી ઊંચા રૂદ્રાક્ષના શિવલિંગનું અનાવરણ કરાયું