નવેમ્બર 19, 2024 7:44 પી એમ(PM) | વલસાડ

printer

વલસાડ જિલ્લાના આંતરિયાળ ધરમપુરમાં આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા

વલસાડ જિલ્લાના આંતરિયાળ ધરમપુરમાં આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, આજે સવારે 11 વાગ્યાને ત્રણ મિનીટે ધરમપુરમાં 2.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જિલ્લા આપત્તિ વિભાગે તપાસ કરતાં આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ મોળા આંબ ગામમાં નોંધાયું હોવાની પુષ્ટિ થઈ છે. ઉપરાંત મહારાષ્ટ્ર સરહદ નજીક આવેલા ગામોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જોકે, સદનસીબે કોઈ નુકસાની કે અન્ય દુર્ઘટના સર્જાઈ નહોવાનું આપત્તિ વિભાગના મામલતદારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ મહિનામાં અત્યાર સુધીમાં 6 અલગ અલગજગ્યાએ ભૂકંપનાં આંચકાઓ અનુભવાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.