વલસાડમાં યોજાયેલી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરમાં આજે વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, પોષણ અને જાહેર આરોગ્ય, હરિત ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી અને સેવાક્ષેત્રમાં ગુજરાતને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે અગ્રેસર રાખવા અંગે સામૂહિક મંથન થયું. શિબિરમાં આજે સામૂહિક વિકાસની નેમ સાકાર કરતી પાંચ સામૂહિક ચર્ચા થઈ. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રીઓ જોડાયા હતા.અન્ય એક ચર્ચામાં રાજ્યમંત્રીઓ રમેશ કટારા, ત્રિકમ છાંગા અને વરિષ્ઠ અધિકારીઓએ ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યાં સુધીના આગામી એક દાયકામાં રાજ્યને માનવ સંશાધન વિકાસ, કાર્યદળના ક્ષમતા નિર્માણનું મંચ પૂરું પાડીને ભવિષ્યલક્ષી ટૅક્નોલૉજીથી સજ્જ માનવબળ માટેની દિશા અંગે ચિંતન કર્યુ
Site Admin | નવેમ્બર 28, 2025 7:52 પી એમ(PM)
વલસાડમાં સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ – વિકસિત ભારત માટે ગુજરાતને અગ્રેસર રાખવા અંગે સામૂહિક મંથન