વલસાડમાં પોલીસ હેડ ક્વાર્ટર નજીક ઝાડ પડતાં એક બાળકીનું મોત થયું છે. શાળાએથી પરત ફરી રહેલ 3 ભાઈ બહેન પર અચાનક ઝાડ પડતાં ત્રણે બાળકો ઝાડ નીચે દબાઈ ગયા હતા. જેમને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 10 વર્ષની બાળકીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય બે ની સારવાર ચાલી રહી છે.
Site Admin | જુલાઇ 27, 2025 9:32 એ એમ (AM)
વલસાડમાં પોલીસ હેડ ક્વાર્ટર નજીક ઝાડ પડતાં એક બાળકીનું મોત