વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું તૂટી પડતાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. શહેરના કૈલાશ માર્ગ પર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ તૂટી જતાં પાંચ શ્રમિક આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું, ઘટના અંગે વિગતવાર તપાસ હાથ ધરાશે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 4:03 પી એમ(PM)
વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું તૂટી પડતાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા