વલસાડમાં આજથી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને 241 જેટલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ આજે સવારે અમદાવાદ રેલવેમથકથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રૅનમાં વલસાડ જવા રવાના થયા હતા..
ઉલ્લેખનીય છે કે, રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રીત બનાવી તેની અસરકારકતામાં સુધારો કરવાના હેતુથી “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ની વિષયવસ્તુ સાથે ત્રણ દિવસની આ ચિંતન શિબિરનું આયોજન કરાયું છે.
Site Admin | નવેમ્બર 27, 2025 3:50 પી એમ(PM)
વલસાડમાં આજથી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો.