ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 26, 2025 8:26 એ એમ (AM)

printer

વલસાડની વિદ્યાર્થીની ખુશી કુશવાહા બેંગ્લોર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્‍ટ દ્વારા ગઇકાલે ગાંધીનગરમાં “ક્વોન્ટમ યુગની શરૂઆત: સંભાવનાઓ અને પડકારો” વિષય પર રાજ્ય-સ્તરીય રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારનું આયોજન કરાયું.
આ સેમિનારમાં 66 વિદ્યાર્થીઓએ પોતાના વિચારો, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ દર્શાવવા માટે યોજાયેલી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વલસાડના વાપી સ્થિત મરોઠિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ધોરણ દસની વિદ્યાર્થિની ખુશી કુશવાહાને રાજ્ય વિજેતા જાહેર કરવામાં આવી હતી.
૩૦મી ઓક્ટોબરે બેંગ્લોર ખાતે યોજાનાર રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.