ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 30, 2024 6:32 પી એમ(PM)

printer

વલસાડની મહિલા પાવર લિફ્ટરે રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં વિવિધ કેટેગરીમાં 2 સુવર્ણ સહિત 5 ચંદ્રકો જીત્યાં

વલસાડની મહિલા પાવર લિફ્ટરે રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં વિવિધ કેટેગરીમાં 2 સુવર્ણ સહિત 5 ચંદ્રકો જીતી લીધા છે.

વલસાડથી અમારાં પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ,જિલ્લાના ક્રિષ્ના કદમે તાજેતરમાંરશિયામાંમોસ્કો ખાતે વર્લ્ડ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સ્કવોટ્સમાં અનેડેડ લિફ્ટમાં એમબે સુવર્ણ તેમજ બેન્ચ અને પુશ પુલમાં એક એક રજત ચંદ્રક ,60 કિ.ગ્રામ કેટેગરીફુલ પાવર લિફ્ટિંગમાં 1 રજત ચંદ્રક મળી કુલ 5 ચંદ્રકોજીતી લઈ રાજ્યનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું છે.