ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 11, 2025 7:25 પી એમ(PM)

printer

વલસાડના ગિરીમથક વિલ્સન હીલ પર યોજાયેલી હાફ મેરેથોનમાં દેશ-વિદેશના એક હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો

વલસાડ જિલ્લાના ધરમપુરના ગિરિમથક વિલ્સન હિલ પર વિલ્સન હિલ હાફ મેરેથોન મોન્સૂન એડિશન 3.0 યોજાઈ હતી.
આ મેરેથોનમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી સહિતના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી આવેલા 1હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.ચક્ષુ દાનના હેતુ સાથે યોજાયેલી આ મેરેથોનમાં ચાર મુખ્ય રેસ કેટેગરીઓ યોજાઈ, જેમાં 21.1 કિમી હાફ મેરેથોન, 16 કિમી, 10 કિમી ટાઈમ રન અને 5 કિમી ફન રનનો સમાવેશ થાય છે.