નવેમ્બર 26, 2025 7:56 પી એમ(PM)

printer

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે ગુજરાતના અમદાવાદની પસંદગી.

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. 2010માં નવી દિલ્હીમાં રાષ્ટ્રમંડળ રમત પછી આ ભારતની બીજી રાષ્ટ્રમંડળ રમત હશે. ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં 74 રાષ્ટ્રમંડળ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદનું વિઝન ગ્લાસગો 2026 ની ગતિ પર આધારિત છે અને ભારતની સાંસ્કૃતિક અને રમતગમતની શક્તિઓનું પ્રદર્શન કરે છે. રાષ્ટ્રમંડળ રમતે જણાવ્યું છે કે 2030 ની આવૃત્તિમાં 15 થી 17 રમતો હશે, જેનો સંપૂર્ણ કાર્યક્રમનું આવતા વર્ષે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ રમતોનો ઉદ્દેશ્ય રાષ્ટ્રમંડળ રમતગમત પરંપરાની સદીની ઉજવણી કરતી વખતે રમતવીરો અને સમુદાયોને એક કરવાનો છે.