વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026માં ભારતનો આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અગાઉ, જૂનમાં, વિશ્વ બેંકે આ વિકાસ દર 6.3 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. આ વધારો મજબૂત સ્થાનિક માંગ, મજબૂત ગ્રામીણ વિકાસ GST સુધારાઓની સકારાત્મક અસરને કારણે થયો છે.દક્ષિણ એશિયામાં વૃદ્ધિ અંગે, વિશ્વ બેંકે જણાવ્યું કે, ભારત મજબૂત વપરાશ વૃદ્ધિ દ્વારા સંચાલિત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહેશે.વિશ્વ બેંકે આ વર્ષે દક્ષિણ એશિયાનો વિકાસ દર 6.6 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જોકે 2026માં તે ધીમો પડીને 5.8 ટકા થવાનો અંદાજ છે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 9:37 એ એમ (AM)
વર્ષ 2026માં ભારતનો આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનો વિશ્વ બેંકનું અનુમાન
