ફેબ્રુવારી 7, 2025 6:49 પી એમ(PM) | સંજય મલ્હોત્રા

printer

વર્ષ 2025-26 માટે હાલમાં જ કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર એક લાખ કરોડ રૂપિયાની કર રાહતની ફુગાવો પર કોઈ અસર નહીં થાય

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, વર્ષ 2025-26 માટે હાલમાં જ કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર એક લાખ કરોડ રૂપિયાની કર રાહતની ફુગાવો પરકોઈ અસર નહીં થાય. નાણાકીય નીતિ સમિતિ-MPC દ્વારા રૅપો રૅટમાં 25 બેસીઝ પૉઈન્ટનો ઘટાડો કરવાના નિર્ણય બાદ યોજાયેલી પત્રકારપરિષદમાં સવાલોનો જવાબ આપતા શ્રી મલ્હોત્રાએ કહ્યું, દેશમાં પર્યાપ્ત ઉત્પાદન ક્ષમતા છે, જેમાં ક્ષમતા ઉપયોગ સ્તર 75 ટકા છે. તેમણે ઉમેર્યું, કર રાહતથી દેશનાવિકાસમાં મદદ મળશે.શ્રી મલ્હોત્રાએ એ વાત પર પણ ભાર આપ્યો કે,રૅપો રેટમાં ઘટાડાના નિર્ણય લેતા સમયે MPC દ્વારા હાલમાં જ કેન્દ્રીય અંદાજપત્ર સહિત તમામ પરિબળોને ધ્યાનમાં રખાયા હતા.તેમણે કહ્યું, અંદાજપત્રમાં શાકભાજી, ફળો અને દાળ માટે વિશેષ કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. આ ક્ષેત્ર સામુહિક રીતે ગ્રાહક ભાવ સૂચકાંકમાં 11.3 ટકાનું યોગદાન આપે છે.