કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 માટે “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના ગ્રાહકો માટે નાણાકીય સહાય એટલે કે, સબસિડી યથાવત્ રાખવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે આ નિર્ણય લેવાયો.
નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ યોજનાથી 10 કરોડ 33 લાખથી વધુ પરિવારને લાભ પહોંચશે. સરકાર 14 કિલો 200 ગ્રામના રસોઈ ગૅસ સિલિન્ડર પર 300 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપશે તેમ પણ શ્રી વૈષ્ણવે ઉમેર્યું.
Site Admin | ઓગસ્ટ 8, 2025 7:52 પી એમ(PM)
વર્ષ 2025-26 માટે “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના ગ્રાહકોની સબસિડી યથાવત્ રહેશે
