જાન્યુઆરી 7, 2026 7:54 પી એમ(PM)

printer

વર્ષ 2025-26 માં વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન 7.4 ટકા વધવાનો અંદાજ.

ગયા નાણાકીય વર્ષ દરમિયાન 6.5 ટકાના વિકાસ દરની સરખામણીમાં 2025-26 માં વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 7.4 ટકા વધવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષ માટે GDP ના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, 2024-25 માટે GDP ના 187 લાખ કરોડ રૂપિયાથી વધુના કામચલાઉ અંદાજની સામે, ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક GDP 201 લાખ કરોડ રૂપિયાથી વધુના સ્તર સુધી પહોંચવાનો અંદાજ છે.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અનુસાર અંદાજિત વાસ્તવિક વૃદ્ધિમાં સેવા ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ મુખ્ય ચાલકબળ હોવાનું જણાયું છે. મંત્રાલયે જણાવ્યું, આ નાણાકીય વર્ષ દરમિયાન પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વેપાર, હોટલ, પરિવહન, સંદેશાવ્યવહાર અને સેવાઓમાં 7.5 ટકાનો વૃદ્ધિનો અંદાજ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.