સપ્ટેમ્બર 16, 2025 7:49 પી એમ(PM)

printer

વર્ષ 2025-26માં ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 362.50 મિલિયન ટન નક્કી કરાયો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રવી સિઝન 2025-26 માટે ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 362.50 મિલિયન ટન નક્કી કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે રાષ્ટ્રીય કૃષિ પરિષદ – રવી અભિયાન 2025 દરમિયાન રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે ચર્ચાની અધ્યક્ષતા કર્યા બાદ નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.

શ્રી ચૌહાણે માહિતી આપી હતી કે આ વર્ષનો લક્ષ્યાંક 2024-25માં પ્રાપ્ત થયેલા ખાદ્યાન્ન ઉત્પાદન કરતા 2.4 ટકા વધુ છે. તેમણે ખાતરી આપી હતી કે દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં બીજનો જથ્થો ઉપલબ્ધ છે. મંત્રીએ ભાર મૂક્યો હતો કે પરિષદની વિષય વસ્તુ , “એક રાષ્ટ્ર, એક કૃષિ, એક ટીમ”, કૃષિ ક્ષેત્રમાં સંકલન અને ભાગીદારીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.