જાન્યુઆરી 1, 2026 4:51 પી એમ(PM)

printer

વર્ષ 2025માં બે લાખ 15 હજાર 755 પ્રવાસીએ પાટણની પ્રસિદ્ધ રાણ કી વાવની મુલાકાત લીધી.

વર્ષ 2025માં બે લાખ 15 હજાર 755 પ્રવાસીએ પાટણની પ્રસિદ્ધ રાણ કી વાવની મુલાકાત લીધી. તેના કારણે પુરાતત્વ વિભાગને પ્રવાસીઓ પાસેથી 99 લાખ 40 હજાર 600 રૂપિયાની આવક થઈ છે. જોકે, વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, સાત માળની અદભૂત રાણકી વાવ તેની અદભૂત શિલ્પકળા અને કોતરણી માટે વિશ્વવિખ્યાત છે.