નાણાકીય વર્ષ 2024—25માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન વધીને એક લાખ 51 હજાર કરોડ રૂપિયા સાથે અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. આ સિદ્ધિ ગત નાણાકીય વર્ષમાં એક લાખ 27 હજાર કરોડ રૂપિયાના ઉત્પાદનની સરખામણીએ 18 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આ વૃદ્ધિની પ્રશંસા કરતા કહ્યું, આ સંરક્ષણ ઔદ્યોગિક આધારને મજબૂત બનાવવાનો સ્પષ્ટ સંકેત છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંઘે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને અન્ય હિસ્સેદારોની પ્રશંસા કરી.
Site Admin | ઓગસ્ટ 9, 2025 5:00 પી એમ(PM)
વર્ષ 2024—25માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું.
