વર્ષ 2024 ના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે રાજ્યમાંથી બે શિક્ષકોને પસંદગી થઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આવતીકાલે દેશના જુદા જુદા રાજ્યના 50 જેટલા શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આ સમારોહ યોજાશે.
રાજ્યના અમરેલી જિલ્લાના બાઢડપરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગર તેમજ આણંદ જિલ્લાના વડદલા ગામની હાઇસ્કૂલના શિક્ષક વિનય પટેલની આ પુરસ્કાર માટે પસંદગી થઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 7:52 પી એમ(PM)
વર્ષ 2024 ના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે રાજ્યમાંથી બે શિક્ષકોને પસંદગી થઈ છે