રાજ્ય સરકારે વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિક જાહેર કર્યા છે. વિવિધ 46 પૈકી 40 શ્રેણીમાં ચલચિત્રને પ્રોત્સાહક રકમ અને પારિતોષિક એનાયત કરાશે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક વિજેતા કલાકાર અને કસબીઓનો સન્માન સમારોહ યોજાશે.
ગુજરાતી ફિલ્મ કર્મ ના નિર્માતાઓ અને દિગદર્શક સુબ્રમણ્યમ ઐય્યરને શ્રેષ્ઠ ચલચિત્ર, કર્મ ફિલ્મના અભિનેતા ચેતન કુમાર ધાનાનીને શ્રેષ્ઠ અભિનેતા, અને બ્રિન્દા ત્રિવેદીને શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક અપાશે. જ્યારે માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ ફિલ્મના બાળકલાકાર વિશાલ ઠક્કરને શ્રેષ્ઠ બાળ કલાકાર, સંબંધોમાં ખાલી જગ્યા ફિલ્મના દિગ્દર્શક જયેશ ત્રિવેદીને શ્રેષ્ઠ દિગ્દર્શનનું પારિતોષિક અપાશે.
Site Admin | ઓગસ્ટ 7, 2025 7:53 પી એમ(PM)
વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિક જાહેર