ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 9:01 એ એમ (AM) | વર્લ્ડ સ્ક્વોશ ટીમ

printer

વર્લ્ડ સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશિપ 2024માં, ભારતીય પુરુષ ટીમ આજે ચીનના હોંગકોંગમાં ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામે ટકરાશે.

વર્લ્ડ સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશિપ 2024માં, ભારતીય પુરુષ ટીમ આજે ચીનના હોંગકોંગમાં ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે શરૂ થશે.
ગઈકાલે, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પુરૂષોની ટીમે મલેશિયાને 2-1થી હરાવીને નોંધપાત્ર પુનરાગમન કર્યું હતું. જેમાં વીર ચોટરાણી અને વેલાવન સેંથિલકુમારે નિર્ણાયક જીત મેળવી હતી.
દરમિયાન, ભારતીય મહિલા ટીમ તેમની ક્વાર્ટર ફાઈનલ મેચમાં અમેરિકા સામે ટકરાશે. મેચ આજે બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ પહેલા મહિલા ટીમે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.