વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં, મીનાક્ષી હુડ્ડાએ નાઝિમ કાયઝાઇબેને હરાવીને મહિલા 48 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. ઇંગ્લેન્ડના લિવરપૂલમાં, મીનાક્ષી હુડ્ડાએ કઝાક બોક્સર નાઝિમ કાયઝાઇબેને હરાવીને ભારત માટે બીજો સુવર્ણચંદ્રક જીત્યો. ભારતની મેઘના સજ્જનરે ચીનના નિંગબો ખાતે, I.S.S.F વર્લ્ડ કપ રાઇફલ-પિસ્તોલ ચેમ્પિયનશિપમાં પોતાનો પહેલો વર્લ્ડકપ મેડલ જીત્યો. તો મેઘનાએ આજે મહિલાઓની 10 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ જીત્યો. આ સાથે ભારત સિઝનની છેલ્લી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચમા સ્થાને રહ્યું.
મેઘનાએ 230.0 નો સ્કોર કરીને નોર્વેજીયન જીનેટ હેગ ડ્યુસ્ટાડને પાછળ રાખીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો,આ ઇવેન્ટમાં ચીનની પેંગ ઝિન્લુએ 255.3ના સ્કોર કરીને વિશ્વ રેકોર્ડ તોડ્યો, અને તેના દેશબંધુ વાંગ ઝિફેઈના 254.8 ના સ્કોરને પાછળ રાખી દીધો. આ સાથે ચીન 3 સુવર્ણચંદ્રક મેળવી ટોચ પર રહ્યું, જ્યારે નોર્વે 2 સુવર્ણ ચંદ્રક મેળવી સાથે બીજા સ્થાને રહ્યું.
Site Admin | સપ્ટેમ્બર 14, 2025 7:54 પી એમ(PM)
વર્લ્ડ મુક્કેબાજીની સ્પર્ધામાં મીનાક્ષી હુડ્ડાએ સુવર્ણચંદ્રક જીત્યો.