વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના રમતવીરોએ 64 ચંદ્રક મેળવ્યા છે. બર્મિંઘમ ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં વિશ્વના 70થી વધુ દેશોના દસ હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધામાં વિવિધ દેશના પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓ વિવિધ રમતોમાં ભાગ લે છે. આ આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધામાં ભારતે કુલ 560 ચંદ્રક જીતીને ત્રીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે CISF ટીમે ઉંચી કુદ, હેમર થ્રો, એથ્લેટીકસ, હાફ મેરેથોન, કુસ્તી એમ અલગ અલગ છ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને 64 ચંદ્રક જીતી વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતીય સુરક્ષા દળોની તાકાત અને સંકલ્પને સિદ્ધ કર્યું છે.
Site Admin | જુલાઇ 13, 2025 8:53 એ એમ (AM)
વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના રમતવીરોએ 64 ચંદ્રક મેળવ્યા