મહેસાણાના ખેલાડી જયેશ સુથારે નેપાળમાં રમાયેલી વર્લ્ડ પાવરલિફ્ટીંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. મૂળ રૂપાલ ગામના અને હાલ મહેસાણામાં વસતા જયેશ સુથારે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન થકી બેન્ચ-પ્રૅસ વર્ગમાં 75 કિલો વજન ઉંચકી શ્રીલંકા, નેપાળ, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓને મ્હાત આપી આ સિદ્ધિ હાંસલ કરી છે.
હાલમાં જયેશ સુથાર ગણપત વિશ્વ-વિદ્યાલયમાં કમ્પ્યુટર ઇજનેરીનો અભ્યાસ કરી રહ્યા છે. ગત એક વર્ષથી તેઓ પાવરલિફ્ટીંગમાં સતત મહેનત કરી રહ્યા છે
Site Admin | ઓગસ્ટ 20, 2025 7:05 પી એમ(PM)
વર્લ્ડ પાવરલિફ્ટીંગ ચેમ્પિયનશીપમાં મહેસાણાના ખેલાડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો.
