વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લિજૅન્ડ્સના આયોજકોએ ભારત ચૅમ્પિયન્સ અને પાકિસ્તાન ચૅમ્પિયન્સ વચ્ચે રમાનારો સેમિ-ફાઈનલ મુકાબલો રદ કર્યો છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સાથે રમવાનો ઈનકાર કરી દીધો.
પાકિસ્તાનના આતંકવાદને સમર્થન આપવા અને પહલગામ આતંકી હુમલામાં તેની ભૂમિકાના કારણોસર ભારતીય ટીમે સ્પર્ધાની શરૂઆતમાં જ પાકિસ્તાન સાથે લિગ મૅચ રમવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતીય ખેલાડીઓએ ભારે જાહેર દબાણ અને લાગણીઓને ધ્યાને લઈ મૅચ ન રમવાના નિર્ણય અંગે ગઈકાલે આયોજકોને જાણ કરી.
ભારત ચૅમ્પિયન્સે છેલ્લા મુકાબલામાં વેસ્ટ ઇન્ડીઝ ચૅમ્પિયન્સને હરાવીને સેમિ-ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ ટીમમં શિખર ધવન, સુરેશ રૈના, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ જેવા ખેલાડી સામેલ છે અને તેમણે ગઈકાલે પાકિસ્તાન ચૅમ્પિયન્સ સાથે રમવાથી સ્પષ્ટ ઈનકાર કર્યો.
Site Admin | જુલાઇ 31, 2025 9:27 એ એમ (AM)
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લિજૅન્ડ્સના આયોજકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી સેમિ-ફાઈનલ મેચ રદ કરી.
