ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 47 ટકા વધીને 12.41 બિલિયન ડોલર થઈ છે, જે દર્શાવે છે કે દેશ વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે.અમારા સંવાદદાતા જણાવે છે કે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકા, યુએઈ અને ચીન ભારતના ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે ટોચના ત્રણ નિકાસ સ્થળો તરીકે ઉભરી આવ્યા છે. નેધરલેન્ડ અને જર્મની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ માટે અન્ય મુખ્ય નિકાસ સ્થળો રહ્યા છે. 60.17 ટકાના હિસ્સા સાથે અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ સ્થળ રહ્યું છે.આ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂન દરમિયાન, તમામ પ્રકારના રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસ ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ૩.૮૫ અબજ ડોલરથી વધીને ૪.૧૯ અબજ ડોલર થઈ ગઈ છે. આ આંકડા વૈશ્વિક વસ્ત્ર બજારમાં ભારતની સતત સ્પર્ધાત્મકતા દર્શાવે છે.
Site Admin | જુલાઇ 21, 2025 11:40 એ એમ (AM)
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 47 ટકા વધીને 12.41 બિલિયન ડોલર પર પહોચી
