ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 24, 2024 2:09 પી એમ(PM) | સ્માર્ટફોનની નિકાસ

printer

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં સ્માર્ટફોનની નિકાસ એક લાખ કરોડ રૂપિયાને પાર

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં સ્માર્ટફોનનું નિકાસ મૂલ્ય એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમને કારણે દેશમાં સ્માર્ટફોનની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 45 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં સ્માર્ટફોનની નિકાસ વધારીને એક લાખ 70 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સ્માર્ટફોન સેક્ટરમાં PLI યોજનાએ ત્રણ લાખથી વધુ પ્રત્યક્ષ અને છ લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ