વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં, વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા સાથે વિકાસ જરૂરી છે. તેમણે કહ્યું કે ભારત એક ન્યાયી, સંતુલિત અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના પક્ષમાં છે- સુધારેલ બહુપક્ષીયતાએ સમયની જરૂરિયાત છે.ગઇકાલે ડૉ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે યોજીલી બેઠકમાં ભાર મૂક્યો કે તમામ પ્રકારના આતંકવાદ સામેની લડાઈ ભારતની પ્રાથમિકતા છે. બંને નેતાઓ વચ્ચે આર્થિક અને વેપાર સંબંધો, યાત્રાધામો, લોક સંપર્કો, નદી ડેટા શેરિંગ અને દ્વિપક્ષીય આદાનપ્રદાન સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. ડૉ. જયશંકરે કહ્યું કે ભારત-ચીન સંબંધો પરસ્પર આદર, સંવેદનશીલતા અને પરસ્પર હિત દ્વારા સંચાલિત હોવા જોઈએ મતભેદો વિવાદોમાં ન ફેરવવા જોઈએ અને સ્પર્ધા સંઘર્ષમાં ન ફેરવવી જોઈએ.
Site Admin | ઓગસ્ટ 19, 2025 9:30 એ એમ (AM)
વર્તમાન આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં, વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા સાથે વિકાસ જરૂરી :વિદેશ મંત્રી એસ. જયશંકર
