વર્તમાન અમેરિકી વહીવટીતંત્રે ભારત સાથે ઊર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો છે અને તે અંગે હજુ પણ ચર્ચાઓ ચાલુ છે. દેશના ઊર્જા સ્ત્રોત અંગે પ્રશ્નોના જવાબ આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું કે, ભારત ઘણા વર્ષોથી તેની ઊર્જા ખરીદીને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા દાયકાથી ભારત, સતત પ્રગતિ કરી રહ્યું છે.
તેમણે કહ્યું, દેશની તેલ આયાત નીતિઓ સંપૂર્ણપણે અસ્થિર ઊર્જા પરિસ્થિતિમાં ભારતીય ગ્રાહકના હિતોનું રક્ષણ કરવાના ઉદ્દેશથી સંચાલિત છે. તેમણે કહ્યું કે સ્થિર ઊર્જા ભાવ અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવો એ દેશની ઊર્જા નીતિના બેવડા ધ્યેય છે.
Site Admin | ઓક્ટોબર 16, 2025 2:20 પી એમ(PM)
વર્તમાન અમેરિકી વહીવટીતંત્રે ભારત સાથે ઊર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો
