અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ગાંધીનગર રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર- SEOC ખાતે સમીક્ષા બેઠક યોજી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. દરમિયાન શ્રી મહિડાએ સંબંધિત જિલ્લા કલેકટરને જરૂરી સૂચનાઓ પણ આપી. સંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને સાવચેત રહેવા પણ તેમણે અનુરોધ કર્યો.
આ ઉપરાંત જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને મુખ્ય કાર્યાલય ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચન કર્યું. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે તહેનાત કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટુકડી તહેનાત કરવા તેમણે સૂચન કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 28, 2025 7:05 પી એમ(PM)
વરસાદની સ્થિતિ અંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી-અન્ય મંત્રીઓએ પણ સ્થિતિનો તાગ મેળવ્યો