રાજ્યમાં આગામી પાંચ જૂન સુધી છૂટાછવાયા સ્થળ પર કમોસમી વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યમાં આજે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ તેમજ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. બીજી તરફ, હવામાન વિભાગે આજથી વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
Site Admin | મે 30, 2025 9:31 એ એમ (AM)
વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના
